જિજ્ઞા મહેતા – પલટાઈ ગઈ Jigna Maheta

પીઠ તારી જ્યારથી વંચાઈ  ગઈ.

જિંદગી આખી પછી પલટાઈ ગઈ.

ભૂલ દર્પણની હતી પકડાઈ ગઈ

કેમ સૂરત આપની બદલાઈ ગઈ?

એક સમજણ વૃદ્ધ થઈ પટકાઈ ગઈ

જેમ ભરચક ડાળખી બટકાઈ ગઈ

ભીડ ભાંગે એટલી  મૂડી હતી

એક રાતે એય પણ વપરાઈ ગઈ

સ્પર્શનો આઘાત ના જીરવી શકી!

ને ગુલાબી  પાંખડી  કરમાઈ ગઈ

સાવ ખોટી વાત લઈ ચાલી અને 

હું જ ઘરની ભીંતથી ટકરાઈ ગઈ.

સામાન્ય રીતે પ્રેમમાં પડેલા એકબીજાની આંખ વાંચી લેતા હોય છે પણ એનાથી ઊલટું થાય ત્યારે કદાચ માનવીમાં પીઠ વાંચવાની ક્ષમતા આવી જતી હશે.

ત્રીજો શેર વધુ ગમ્યો. ઘરેઘરના આ દાખલા હશે !

22.9.21

આભાર આપનો

23-09-2021

આભાર આપનો છબીલભાઈ, વારિજભાઈ, ઇંગિતભાઈ, વિરેશભાઈ…

જિજ્ઞાબહેન આનંદ આનંદ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

જિજ્ઞા મહેતા

23-09-2021

ખૂબ ખૂબ ખૂબ આભાર સૌનો તેમજ લતાબહેનનો…

Viresh diwaker

22-09-2021

“पलटाई गई” एक बढिया रचना के लिए धन्यवाद।

ingit

22-09-2021

Wah – Saras Gazal

Varij Luhar

22-09-2021

જીજ્ઞા મહેતા ની સુંદર ગઝલ માણવામળી

છબીલભાઈ ત્રિવેદી

22-09-2021

આજનુ જીજ્ઞા મહેતા નુ કાવ્ય ખુબજ સરસ ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય પ્રેમ તત્વ તો ઈશ્ર્વરની દેનછે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

1 Response

  1. Jigna mehta says:

    Khub khub Aabhar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: