શૈલ પાલનપુરીના કેટલાક ચૂંટેલા શેર 

હું તને સમજી રહ્યો છું 

આયનો ચૂમી રહ્યો છું.** 

હૈયું લાખ સફેદી ધરશે

દુનિયા એને કાળું કરશે.**

એમને ઠારી જ નાખે છે જગત

તોયે પ્રેમીઓ કદી ઠરતાં નથી.**

કોઈ રામાયણ નહીં મારા વિષે

હું ભરત જેવો બધાના રામનો !**

સાવ છેદ્યુ શૈલ દિલ મારું તમે  

ને કહ્યું કે વાંસળી જેવું કર્યું.**

પ્યાસ દર્શનની જ પી લેવી પડી પરિણામમાં

જેટલી શ્રદ્ધા હતી ખુદ ઓગળી ગઈ જામમાં.**

એક જ કામ પ્રણયમાં કીધું, લીધું એથી બમણું દીધું

આડોડાઈ સજી મૃગજળની, મૃગજળને પણ કીધું સીધું.**

કવિ શૈલ પાલનપુરીનો ગઝલસંગ્રહ ‘ઝૂરતો ઉલ્લાસ’ મળ્યો. મશહૂર લેખક ચંદ્રકાંત બક્ષીએ કવિ વિશે લખ્યું છે તો કવિ સુરેન ઠાકરે ‘મેહુલ’ આ સંગ્રહની પ્રસ્તાવના લખી છે. એમાંથી કોઈ એક ગઝલ લેવાને બદલે આમ ચૂંટેલા ચોટદાર શેર મૂકવાનું મન થયું. કવિ શૂન્ય પાલનપુરીના અઠંગ ભક્ત એવા કવિ શૈલ લખે છે,

‘શૂન્યનો છું શૈલ ચેલો એકડો ઘૂંટી રહ્યો છું.’ પણ એમના ગઝલસંગ્રહમાંથી પસાર થતાં અનુભવાય કે કવિના શબ્દોનું અજવાળું ભાવક સુધી જરૂર પહોંચે છે. ઉપરનો પ્રથમ શેર જ એની સાબિતી આપશે. પાંચમો ટૂંકી બહરનો અને ચોટદાર શેર – હૈયું લાખ સફેદી ધરશે, દુનિયા એને કાળું કરશે. વાહ કવિ !

સાભાર : કાવ્યસંગ્રહ ‘ઝૂરતો ઉલ્લાસ’ 

23.9.21

***

પ્રફુલ્લ પંડ્યા

23-09-2021

ગુજરાતી ગઝલમાં શૈલ પાલનપુરી પણ એક ઝળહળતું નામ છે.અત્યંત હ્રદયસ્પર્શી અને ચોટદાર ગઝલો સાથે તેમની ગઝલો ભાવકના દિલોદિમાગ પર છવાઈ જાય છે.શ્રી શૈલ પાલનપુરી સ્વયં એક સારા શાયર હોવાં ઉપરાંત તેઓ શૂન્ય પાલનપુરીના એક અને એકમાત્ર અદ્વિતીય શિષ્ય છે.પોતે હંમેશા લો- પ્રોફાઈલ રહીને શૂન્યને આગળ રાખીને તેઓ શૂન્ય સમર્પિત જીવન જીવ્યાં છે જે ગુરૂ- શિષ્ય પરંપરામાં ગુજરાતી ગઝલ ક્ષેત્રની કયારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે.શૈલભાઈને હાર્દિક અભિનંદન.અહીં તેમના ચૂંટેલા પ્રત્યેક શે’ર તેજ અને તાજગીથી ભરપૂર છે.શૈલને યાદ કરી રજૂ કરવા બદલ ” કાવ્ય વિશ્વ”ને અભિનંદન ઘટે છે.
પ્રફુલ્લ પંડ્યા

છબીલભાઈ ત્રિવેદી

23-09-2021

આજના કવિ શૈલ પાલનપુરી સાહેબ ના શેર ખુબ ચોટદાર રહ્યા કવિ શુન્યપાલનપુરી ના શિષ્ય છે તો શુન્યસાહેબ અને ઘાયલ સાહેબ રૂસ્વામજલુમી પાજોદ દરબાર નામાનિતા છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: