નિરંજન ભગત : કાળની કેડીએ * Niranjan Bhagat

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !’

~ નિરંજન ભગત

કવિ નિરંજન ભગતે પોતાના મિત્ર કવિ પિનાકિન ઠાકોરને નવા વર્ષની શુભેચ્છારૂપે આ ગીતની પ્રથમ બે પંક્તિ  પોસ્ટકાર્ડમાં લખી મોકલેલી. 

મૂળ પોસ્ટીંગ 26.10.2020

રચના : નિરંજન ભગત સ્વર : હેમા દેસાઇ, આશિત દેસાઇ સંગીત : આસિત દેસાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: