ઉર્વી પંચાલ ‘ઉરુ’ ~ ચોઘડિયાંઓ

ચોઘડિયાંઓ જોતો રહેશે – ઉર્વી પંચાલ ‘ઉરુ’

ચોઘડિયાંઓ જોતો રહેશે

માણસ તોયે રોતો રહેશે.

સુખનો સૂરજ ઊગે તોયે

દુઃખનો ડુંગર મોટો રહેશે.

સંબંધોના સરવાળામાં

આગળ પાછળ ખોટો રહેશે.

ફૂલોના રંગોને ચૂમે

ભમરો તોયે ભોંઠો રહેશે.

દુનિયા આખી ભરચક માણસ

પણ માણસનો તોટો રહેશે.

મિલકતમાં ‘ઉરુ’ મારી પાછળ

યાદો દેતો ફોટો રહેશે. –ઉર્વી પંચાલ ‘ઉરુ’

માનવીનો સ્વભાવ છે કે ગમે એટલું સુખ હોય તોય એ ક્યાંકથી દુખ શોધી લે અને એને મોટું બનાવી લે ! ચિંતકો કહે છે, જે સારું છે એને જ જુઓ, બીજું ભૂલી જાઓ… આ સુખી થવાનો રસ્તો જરૂર છે અને એમાં સમ્મત છું. પણ મારું મન એ દલીલ પણ કરે કે કોઈ આપણને ગુલાબની સેજમાં સુવાડે પણ એમાં એક કાંટો રહી ગયો હોય તો મન ગુલાબોની કુમાશ-સુગંધમાં રહે કે પેલા કાંટાની ચુભનમાં ! કોઈનો પણ જવાબ એ જ હોય કે કાંટાનું વાગવું અવગણી શકાય નહીં. અલબત્ત આ બધી બાબતમાં ફરી પેલા ‘વિવેક’ને યાદ કરવો પડે. ‘ગુલાબ’ અને ‘કાંટા’ને સમજવામાં.

બાકી ‘ઇસ ભરી દુનિયા મેં કોઈ ભી હમારા ન હુઆ…. ‘ એ તો કડવી વાસ્તવિકતા છે જ નહીંતર ‘આત્મહત્યાઓ’ ન હોત !

એક સરસ ગઝલ.  

6.10.21

આભાર આપનો

08-10-2021

આભાર રેખાબેન, ચાંદનીજી, છબીલભાઈ, મેવાડાજી, કિશોરભાઇ, શ્રી ડી.કે.વાણિયા.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

08-10-2021

આજની ઉર્વીપંચાલ ની રચના ખુબ સરસ જીવન મા સુખ અને દુઃખ આશા નિરાશા આબધુ તો આવ્યા કરે અેને જ જીવન કહેવાય છે બાકી કાવ્યો, ફિલ્મો, નવલકથા ઓ મા હોય તેવુ વાસ્તવિક જીવનમાં હોતુ નથી આભાર લતાબેન

Talpada chandni

07-10-2021

Srs Ma’am life ni hakikat 6e tame j kidhu te srs

ડી.કે.વાણીયા.”સ્નેહ”

06-10-2021

સરસ બહેનજી. આપની રચના પર ધીરે થી મીઠો પ્રહાર કર્યો છે છતાંય લોકો અંશ્રધ્ધાની લપેટમાંથી બહાર નીકળતા નથી.સમાજ શિક્ષણ વધ્યું છે પણ અંધશ્રધ્ધા ઘટી નથી પરંતું બળવ બની છે ત્યારે મારે કહેવાની ઇચ્છા છે કે સમાજમાં શિક્ષણ નહી સાક્ષરતા વધી છે.શિક્ષિત માણસ માં જીવનશિક્ષણ હોય જે જીવન જીવવાનો રાહ બતાવે .શિક્ષિત માણસ તાર્કીક હોય છે જે જરૂર પડ્યે તર્ક કરે છે. જ્યારે સાક્ષર માણસ વાંચી શકે છે વિચારી નહી

ખુબ સરસ.ધન્યવાદ.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

06-10-2021

ટૂંકી બહેરમાં સરસ ગઝલ છે, પણ ચોઘડિયાં બહુ વચનનો શબ્દ છેજ, ‘ચોઘડિયાંઓ’ શા માટે છે? સમજાયું નહીં. ‘ઓ’ની જગ્યાએ ‘ને’ કે ‘તો’ હશે, ટાઈપીંગ ભૂલ હોય શકે.

kishor Barot

06-10-2021

સરસ ગઝલ.

રેખાબેન ભટ્ટ

06-10-2021

વાહ ઉર્વીબેન…. સવાર સવારમાં મજા પડી ગઈ….. કેટલું હળવું ફૂલ… તોયે સુંદર…..અભિનંદન

લતાબેન જ્યાંથી સારું મળે ત્યાંથી લાવીને મૂકે છે….. ???આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: