રસીલા કડીયા ~ પુત્રવિદાય

પુત્રવિદાય : રસીલા કડીયા 

કંઇ કેટલીયે મંગળકામનાઓ અને

આશિષવચનોને વાચા આપવી હતી તવ વિદાયટાણે

કિન્તુ શબ્દો તો તારાય પહેલાં ઊડી ગયા

ઉરસંચિત ઊર્મિઓને વહાવવી હતી નયનદ્વારેથી

કિન્તુ એ બહાર આવે તે પહેલાં જ

બાષ્પીભૂત બની તુષારરૂપે વસ્યા ધ્રુવપ્રદેશે.

કિન્તુ બકુ

અશ્રુ બન્યાં મારાં ભલે હિમકણ, નહીં પ્રેમ મારો.

હા, થીજી જશે હવે નક્કી

પ્રત્યક્ષ સાક્ષાત અભિવ્યક્તિ એની.

બનીશ તો નહીં ને હું આખેઆખી

શૂન્ય અફાટ એવો માત્ર બર્ફીલો ધ્રુવપ્રદેશ ?

ડરું હું માત્ર અમથી આ વાતથી.

સ્મરું હું તારા આગમનવેળા

તવ  ગર્ભચ્યુતવેળા – નાળછેદનવેળા

રડ્યો ન હતો તું તત્કાળ તે વેળા.

બન્યો હોઈશ તું યે તે વેળા

મારી જેમ જ ધ્રુવપ્રદેશ શું ?

ટપલીઓ મારીને ડોક્ટર અને નર્સોએ રડાવેલો તને.

મારો આ આખો ધ્રુવપ્રદેશ શું પીગળશે ?

રડાવો ને કો’ક

મને પણ….- રસીલા કડિયા (પુત્રને મૂકીને આવતાં)

એક માતાની સરળ અને સંવેદનાત્મક અભિવ્યક્તિ

7.10.21

આભાર આપનો

08-10-2021

આભાર છબીલભાઈ, મેવાડાજી, વારિજભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઇ ત્રિવેદી

08-10-2021

આજનુ રસીલા કડીયા નુ કાવ્ય ખુબજ સરસ અેક માતા ના હ્રદય ની વાત કવિયત્રી દ્નારા ખુબ સંવેદનશીલ રીતે કહેવાઅેલી છે આવા વિવિધતા સભર કાવ્યો નો રસથાળ અેટલે આપણુ કાવ્યવિશ્ર્વ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

07-10-2021

સ્વજનની કાયમી વિદાય ભલભલા પત્થર હ્રદયના માનવીને બરફની જેમ થીજાવી દે અથવા પીગળાવી દે, અને અહીં તો માતા છે, જેને જન્મથી અત્યાર પર્યન્ત સ્નેહથી સિંચ્યો હોય એ પુત્રને વિદાય કર્યાની વેદના છે.

Varij Luhar

07-10-2021

પુત્ર વિદાય કાવ્ય ખૂબ જ હ્રદય સ્પર્શી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: