શેખાદમ આબુવાલા ~ દર્દ આપ * Shekhadam Aabuwala

દર્દ આપ મુજને એવું – શેખાદમ આબુવાલા 

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

~ શેખાદમ આબુવાલા

ગઝલમાં પાંચ કે સાત કે અગિયાર શેર હોવા જોઈએ એવું સામાન્ય રીતે મનાય છે પણ એ તો શાસ્ત્ર થયું ! કવિતા પહેલાં આવે અને શાસ્ત્ર તો પછી રચાય…. સ્વર્ગમાં પણ જે પાપ કરવાની છૂટ માગે એવા ખુદ્દાર કવિ માટે કોઈ જ નિયમ ન હોય !

કવિ શેખાદમ આબુવાલાના જન્મદિને એમની સર્જનચેતનાને વંદન. 

15.10.21

***

છબીલભાઈ ત્રિવેદી

16-10-2021

આજનુ શેખાદમ આબુવાલા સાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું કાવ્ય મા માત્રા મેળ જરૂરી છે પણ ભાવ આગળ આ બધુ ગૌણ બની જાય છે તેમના જન્મદિવસે વંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

15-10-2021

શેખાદમની આ ગઝલ એમના બિનધાસ્ત શાયર, વ્યક્તિત્વની પહેચાન છે. એ ખુદ્દાર અને નેકદિલ આદમી હતા. હાર્દિક શ્રધ્ધાંજલિ.

મયૂર કોલડિયા

15-10-2021

વાહ…. વાહ…. મસ્ત ગઝલ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: