નંદિતા ઠાકોર ~ એક પળમાં

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય : નંદિતા ઠાકોર

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?

સાંજ મને સોનેરી જોઈતી નથી  કે નથી રૂપેરી રાતનાં ય ઓરતા,
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં, એમાં ગુલમ્હોર છોને મ્હોરતા.

અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું સાંજ તણી આશાએ અહીં,
બોલ, આપી શકીશ એવું કંઈ ?

મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી.

ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ એવું આંખોમાં જોતી હું રહી,
બોલ, આપી શકીશ એવું કંઈ ? – નંદિતા ઠાકોર

નંદિતા ઠાકોર એ ડાયસ્પોરા સર્જકોમાં જાણીતું નામ. મજાના કવયિત્રી અને ખૂબ સારા સંગીતકાર. સૂરીલા મીઠા અવાજના માલિક એટલે નંદિતા ઠાકોર. સ્વાભાવિક છે કે એમની ગીતરચના પણ શબ્દ-સૂર, બંનેનો સમન્વય પામેલી હોય !   

22.10.21

આભાર આપનો

24-10-2021

આભાર છબીલભાઈ અને સુરેશભાઇ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

24-10-2021

આજનુ નંદિતા ઠાકોર મેડમ નુ ગીત ખુબજ સરસ કાવ્યવિશ્ર્વ નો વૈભવ માણવા મળે છે તે ખુબજ આનંદ ની વાતછે આભાર લતાબેન

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

22-10-2021

ચીતરેલા બનાવટી ફૂલમાં સુગંધ ના હોય પણ કવિયત્રીએ ચીતરેલા ફૂલમાં સુગંધ ભરી દીધી છે..સરસ કાવ્ય છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: