જયંત પાઠક ~ અમારે બાવનબા’રો * Jayant Pathak

અમારે બાવનબા’રો રામ ! – જયંત પાઠક

શબ્દોનું શું કામ,
અમારે બાવનબા’રો રામ !

માળા મણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિ ગાન
ઝાંઝ પખાવજ વાદન નર્તન દર્શનમુખ અભિરામ
ખટપટ ખોટી તમામ
અમારે બાવનબા’રો રામ !

ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરા
અણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !
ઓચ્છવ આઠે જામ
અમારે રમે મૌનમાં રામ ! – જયન્ત પાઠક

માનવી જ્યારે પ્રાકૃત હશે ત્યારે પણ લાગણીઓ તો વ્યક્ત કરતો જ હશે ! ત્યારે અભિવ્યક્તિ સ્પર્શથી, હાવભાવથી કે મોંમાંથી નીકળતા અવાજો દ્વારા કરતો હશે. પછી ભાષા આવી અને વિકસી. ભાષા ગમે તેટલી વિકસે તો પણ ભાવને સંપૂર્ણ વ્યક્ત કરવા એ અસમર્થ જ છે. એક પણ શબ્દ વગરનો સ્પર્શ જે સધિયારો આપે છે એ ગમે એટલા વાક્યો નથી આપી શકતા. અને આ ભાવ કવિ શબ્દો દ્વારા કેટલી સરસ રીતે વ્યક્ત કરી શક્યા છે ! ‘અમારે બાવનબા’રો રામ’ ‘અમારે રમે મૌનમાં રામ !’   

કવિ જયંત પાઠકના જન્મદિને એમને સ્મૃતિવંદન.

20.10.21

***

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

22-10-2021

આધ્યાત્મથી લથબથ આખું કાવ્ય .. લયબદ્ધ, સંવેદનાને પ્રગટ કરતું
કાવ્ય . મનમાં રમે જ્યારે રામ ત્યારે આવે જાગે…!
કાવ્ય પર તમારૂં ચિંતન ખૂબ ગમ્યું… અભિનંદન…!

છબીલભાઈ ત્રિવેદી

21-10-2021

જયંતપાઠક સાહેબ નુ કાવ્ય તેમના જન્મદિવસે ખુબ સમયોચિત મૌન નુ પણ અેક મહત્વ હોય છે ભાવ પણ અેટલોજ અગત્ય નો ભાગ છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

20-10-2021

કવિ જયંત પાઠકનું આ ગીત કાવ્ય અનહદ અંતરાત્માને તાગે છે, અને એવો જ લતાજી આપનો.ઉઘાડ, ગમ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: