હિમલ પંડ્યા

અફવા જે ઉડાડી હતી ~ હિમલ પંડ્યા

અફવા જે ઉડાડી હતી, સાચ્ચી જ નીકળી

આ જિંદગી તૂરી અને ખાટ્ટી જ નીકળી.

ઇચ્છાનાં હરણ બેખબર થૈ દોડતાં રહ્યાં

ને ઝાંઝવાની દોટ તો પાકકી જ નીકળી.

ક્યારેય સમય પર એ વ્યક્ત થઇ શકી નથી

આ લાગણી છેવટ સુધી બાઘ્ઘી જ નીકળી.

તારા ગયા પછીથી આ પાંખી હથેલીમાં

પીડાની રેખાઓ બધી ઘાટ્ટી જ નીકળી.

ટુકડા કરી-કરીને દબાવી ‘તી દિલમહીં

તોયે ઉદાસી આખરે આખ્ખી જ નીકળી. – હિમલ પંડ્યા

કાફિયા ભલે અર્થછાયાને ઘટ્ટ કરતા પણ ગઝલ એકંદરે એટલી નિરાશાને લઈને આવતી નથી. ‘લાગણી છેવટ સુધી બાઘ્ઘી જ નીકળી’ એમાં પીડા કરતા અફસોસ વધારે વર્તાય છે અને એમ જ આ તૂરી ને ખાટ્ટી જિંદગી પણ જીવવા જેવી રહે છે. ‘ટુકડે ટુકડે ઉદાસી’ એ સનાતન સત્ય કહી શકાય. સ્વીકારભાવ કહો કે મૂળ વાત પીડાને પચાવવાની છે અને એ દરેક શેરમાંથી હળવી સુગંધની જેમ ફોરતી વર્તાય છે અને એમ બધા જ શેર સરસ થયા છે.

 ‘….ત્યારે જિવાય છે’ કાવ્યસંગ્રહ સાથે કવિનું સ્વાગત.

2.12.21

***

હિમલ પંડ્યા

22-12-2021

આપ બધાનો ખૂબ આભાર.

આભાર આપનો

19-12-2021

આભાર મેવાડાજી, છબીલભાઈ, કીર્તિભાઈ અને મિત્રો.

છબીલભાઈ ત્રિવેદી

19-12-2021

આજની હિમલ પંડયા ની રચના ખુબ સરસ અભિનંદન.

Kirtichandra Shah

19-12-2021

Himal Pandya ni Gazal Really Gami

સાજ મેવાડા

04-12-2021

ખૂબજ સરસ ગઝલ, આપનો આસ્વાદ પણ ઉઘાડ આપે છે.

આભાર આપનો

04-12-2021

આનંદ આનંદ હિમલભાઈ.

આભાર છબીલભાઈ, સુરેશભાઇ, દીપલ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

દીપલ ઉપાધ્યાય ફોરમ

04-12-2021

बहोत खूब

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

03-12-2021

જિંદગી ઉતાર ચઢાવ વાળી છે..કદાચ ભરેલાં નાળિયેર જેવી છે…
એટલે જે કંઈ આવે તે સહન કરી લેવાની તૈયારી હોય તો જ તેને માણી શકાય…! ઉદાસી તો આખ્ખી જ હોય…ગઝલ ગમી…!

Himal Pandya

02-12-2021

ખૂબ આભાર 🌹💐

છબીલભાઈ ત્રિવેદી

02-12-2021

આજની હિમલ પંડયાની રચના ખુબ સરસ ખાટી મીઠી જીંદગી ની જ મજા છે ખુબ નવી નવી રચના ઓ થી કાવ્યવિશ્ર્વ સમ્રુધ્ધ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: