મેગી અસનાની ~ ખોખલી સંભાળ પર * Megi Asnani

ખોખલી સંભાળ પર જીવી ગયું,
આ હ્રદય પંપાળ પર જીવી ગયું.

હૂંફ ન આપી શક્યું મન દંભને,
શુષ્કતાના આળ પર જીવી ગયું.

પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
એક પંખી ડાળ પર જીવી ગયું.

છે સહજ સંજોગ સઘળું શીખવે,
સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.

તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,
માછલીની જાળ પર જીવી ગયું.

ચાતકે બસ પ્રેમની પામી નજર,
એટલે દુષ્કાળ પર જીવી ગયું

મેગી અસનાની

જીવનમાં અભાવો, વિષમતાઓ, સંઘર્ષો હોવા છતાં જીવી જવાય છે એ સત્ય છે… પણ એવા જીવનને કવિતામાં ઢાળવું એ કલા છે અને અહીં એ સુપેરે પથરાઈ છે….  

14.12.21

આભાર મિત્રો

25-12-2021

ખૂબ ખૂબ આભાર કવિ લલિત ત્રિવેદીજી, કવિ મેવાડાજી, કવિ વારિજજી, કવિ અર્જુનસિંહજી, છબીલભાઈ ત્રિવેદી અને કવયિત્રી સરલાબેન …

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ કાવ્યપ્રેમી મિત્રોનો આભાર.

Sarla Sutaria

24-12-2021

વાહ મેગી! ખૂબ સુંદર ગઝલ

લલિત ત્રિવેદી

23-12-2021

સરસ ગઝલ

Arjunsinh Raoulji

16-12-2021

વાહ વાહ મેગી અસનાની મેડમનું ખૂબ જ સુંદર કાવ્ય . તેની અમુક પંક્તિઓ તો દિલમાં વસી જાય એવી છે જેમકે સહજ સંજોગ સઘળું શીખવે …સૂર્યનું છેલ્લું કિરણ માછલીની જાળ ઉપર જીવી ગયું .ખૂબ ખૂબ અભિનંદન મેગી અસનાની મેડમને અને લતાબહેનનો પણ હાર્દિક આભાર આવું સુંદર કાવ્ય માણવા મળ્યું તે બદલ

Varij Luhar

14-12-2021

મેગી અસનાની ની સરસ ગઝલ

સાજ મેવાડા

14-12-2021

સમય અને સંજોગો માણસને જીવવા મજ્બૂર કરે, સરસ અભિવ્યક્તી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: