લક્ષ્મી ડોબરિયા ~ મજાનાં શેર

તાસીર જુદી છે – પસંદગીના શેર

મારી બધીયે વાતની તાસીર જુદી છે

ભીતર પડી એ ભાતની તાસીર જુદી છે. **

છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો

દેખાય નહિ એ ઘવાથી અજવાળું થાય છે.**

ટેરવાં બોલ્યાં હતાં સ્હેજે અને

બે હૃદયનો એકસરખો લય થયો.**

તારી પહોંચ હોય તો બસ આટલું તું કર

તારા સ્મરણને મારા સુધી આવવા ન દે.**

ભીતરી અસબાબને પામી શકો

માર્ગ ભૂલેલાના નકશા થઈ જુઓ.**

ઊંચા થવાની રીત આ સૌથી સવાઇ છે

ફળ આવતાં જ ડાળખી સ્હેજે નમી ગઈ.**

લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મીબહેનના ગઝલસંગ્રહ ‘તાસીર જુદી છે’માંથી થોડાક મજ્જાના શેર

કાવ્યસંગ્રહો : છાપ અલગ મેં છોડી  2. તાસીર જુદી છે  3. શ્રી ગઝલ (સંયુક્ત)  4. તત્વ (સંયુક્ત)

OP 25.2.22

આભાર

01-03-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી …

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

25-02-2022

કવિયત્રી લક્ષ્મીજીની ગઝલોનો અવાજ બળુકો છે.

છબીલભાઈ ત્રિવેદી

25-02-2022

લક્ષ્મી ડોબરીયા ના બધાજ શેર ખુબ ગમ્યા માર્ગ ભુલેલા ના નકશા થઇ જુઓ… ખુબ સુંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: