અંકિત ત્રિવેદી ~ આંખના ઉપવાસની

આંખના ઉપવાસની ~ અંકિત ત્રિવેદી

આંખના ઉપવાસની બસ એ રહી વિચારણા

જે ઘડી સામા મળો બસ એ ઘડી એ પારણા

આપણું મળવું હવે બસ એ રીતે આગળ વધે

એક બે મીઠ્ઠા પ્રસંગોના બને સંભારણા

મોકળા મનથી સ્વીકારો તો મઝા સાચી પડે

માત્ર એ પૂરતું નથી કે ખુલ્લા રાખો બારણા

વાસ્તવિકતાને સ્વીકારું તોય એવું લાગતું

ખૂબ અંદરખાને લાગે સાચ્ચી પડશે ધારણા

થાબડીને પીઠ મારી સાંભળું છું હું મને

આભ, પંખી, વૃક્ષ, ઝરણાં લઈ રહ્યાં ઓવારણાં

~ અંકિત ત્રિવેદી

પ્રથમ શેર કમાલનો…. પ્રિયના દર્શનને કેટલી સરસ, યુનિક કલ્પનાથી શણગાર્યું છે ! વાહ કવિ !  બસ, પછી પ્રિય સાથે મનોમન સંવાદ એ જ સુંદરતાથી વહ્યા કરે છે…. એમ જ બધા શેર, એ જ પ્રવાહમાં… છેલ્લા શેરમાં પ્રવાહ બદલાયો….

OP 12.3.22

આભાર

22-03-2022

આભાર છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

12-03-2022

કવિ અંકિત ત્રિવેદી ની રચના ખુબ સરસ બધા શેર મા ખુબજ મજા આવી આવા જુદા જુદા કાવ્યો માણવા નો અવસર કાવ્ય વિશ્ર્વ દ્નારા મળે છે તે આનંદ ની વાતછે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: