શબનમ ખોજા ~ બીજ ભીનું થાય * Shabanam Khoja

બીજ ભીનું થાય ને ફણગો ફૂટે
એમ મારી આંખને દ્રશ્યો ફૂટે !

માના સપનાંને મળે પાંખો નવી ,
દીકરાને મૂછનો દોરો ફૂટે !

છોડ સાથે પીંછું મેં વાવી દીધું
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે !

એમ સપનું સ્હેજમાં તૂટી ગયું
જેમ અડતાંવેત પરપોટો ફૂટે.

એ પછી બહુ જોખમી થઈ જાય છે
માનવી કે કાચ જો અડધો ફૂટે.

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે !

~ શબનમ ખોજા

ત્રીજો અને પાંચમો શેર ક્યા કહના ! વાહ કવિ….

OP 11.3.22

આભાર

12-03-2022

આભાર આપનો છબીલભાઈ, રમેશચંદ્રજી, મેવાડાજી, કીર્તિચંદ્રજી અને રેખાબેન…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

રમેશચંદ્ર મહેશ્વરી

12-03-2022

વાહ વાહ, અદભુત….👌
કવિયત્રીશ્રીની વેદનાને વાચા આપવાની પરાકાષ્ઠા નીચેની પંક્તિઓમાં જોવા મળે છે :-
” એમ સપનું સ્હેજમાં તૂટી ગયું,
જેમ અડતાંવેત પરપોટો ફૂટે. “

રેખા ભટ્ટ

12-03-2022

શબનમ ખોજા ની ગઝલ ખૂબ ગમી. ત્રીજો શેર તો ખૂબ જ ગમ્યો

સાજ મેવાડા

11-03-2022

કવિયત્રી શબનમજી ની ગઝલો નોંખી હોય છે, એવો મારો અનુભવ છે, આ ગઝલ પણ ખૂબ સરસ અર્થો નિપજાવે છે.

Kirtichandra Shah

11-03-2022

Simply beautiful. This Gazal by Shabnam Khoja

છબીલભાઈ ત્રિવેદી

11-03-2022

શબનમ ખોજા ની રચના ના બધા શેર ખુબ સરસ ખુબ સરસ રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: