મનહર મોદી ~ આંખમાં આવવા
આંખમાં આવવા ~ મનહર મોદી
આંખમાં આવવા નથી આવ્યો,
સાવ દરિયો થવા નથી આવ્યો.
ડાળખી ડોલવું નથી ભૂલી,
એમ દેખાડવા નથી આવ્યો.
હોય ચોખ્ખો તો મારે જોવો છે,
કાચને કાપવા નથી આવ્યો.
પાંપણે પટપટું તો પૂરતું છે,
છેક ઊંડે જવા નથી આવ્યો.
જાતને ખોલવા ઊભો છું હું,
બારણું વાસવા નથી આવ્યો.
~ મનહર મોદી
‘છેક ઊંડે જવા નથી આવ્યો’ કહી દીધા પછી કવિ આખરે કહી જ દે છે કે ‘જાતને ખોલવા ઊભો છું હું’….
OP 23.3.22
***
રેખાબેન ભટ્ટ
24-03-2022
ઓળખ મારા ઘરે આવે છે. એન છેલ્લા પાને મનહર મોદીની કવિતા… એમના ફોટોગ્રાફ સાથે હોય જ.. મને એ કવિતાઓ બહુ special લાગી છે. ઓછા શબ્દો માં ઊંચી વાત…. 🙏
પ્રતિભાવો