મનહર મોદી ~ આ આંખોનો

આ આંખોનો દરિયો ~ મનહર મોદી 

આ આંખોનો દરિયો ઉલેચું છું હું

ને સુખદુખના સળિયાઓ ઠેકું છું હું

છે મીઠો ને ખારો અનુભવ નવો

આ બાબતને એવી જ લેખું છું હું.

છે આકાશ ઊંચે તો ઊડ્યા કરું છું

પંખી ને કલરવમાં પેસું છું હું

છું એવો કે બીજો જ લાગું મને

કે તેઓનું દુખ છે ને વેઠું છું હું

એ કાળી ક્ષણો કામ સોંપી ગઇ

હા હમણાં તો પોતાને છેકું છું હું.

મનહર મોદી

જુઓ એક તરફ અહીં પંખી ને કલરવમાં પેસનારો કવિ છે તો બીજી બાજુ પોતાને જ છેકનારો !

OP 23.3.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: