મનહર મોદી ~ અવાજો તો
અવાજો તો બધેથી આવવાના ~ મનહર મોદી
અવાજો તો બધેથી આવવાના
હશે રસ્તા તો લોકો ચાલવાના
હૃદયનું હોય તો સમજાય, આ તો
સૂકી રેતીમાં દરિયા દાટવાના
ઘણા વર્ષોથી હુંયે કામમાં છું
બધા પડછાયા ઢગલે ઢાળવાના
ગણતરીના દિવસ બાકી બચ્યા છે
હવે વરસાદમાં શું વાવવાના ?
મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.
~ મનહર મોદી
રસ્તા વગર પણ મોજથી ચાલનારા કવિ એ મનહર મોદી !
OP 23.3.22
પ્રતિભાવો