હરીન્દ્ર દવે ~ દરિયો રહી ગયો * Harindra Dave

દરિયો રહી ગયો ~ હરીન્દ્ર દવે

દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.

શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,
ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો.

ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,
ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.

જકડું છું હાથમાં તો એ સચવાઈ જાય છે,
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.

હરીન્દ્ર દવે

‘હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો’ જાતને ખોયા વગર પ્રેમને પામી શકાય છે ?

OP 29.3.22

1 Response

  1. વહીદા ડ્રાઈવર says:

    Wow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: