હરીન્દ્ર દવે ~ મેળો આપો તો * Harindra Dave

મેળો આપો તો ~ હરીન્દ્ર દવે

મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

તરતાં ના આવડે લગાર અને તગતગતા તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.
કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને કોણ હવે આકાશે ઢોળે?

~ હરીન્દ્ર દવે

એક માનવીના સંગે ભર્યો ભર્યો સમય અને મેળામાં એકલતાની ઝંખના, આ પ્રેમીની અને સર્જકની પ્રાથમિક જરૂરિયાત. અને આ તો કવિ હરીન્દ્ર દવે !!

OP 29.3.22

Rajin bhatt ‘daxraj’

29-03-2022

સુંદર રચનાઓ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: