હરીન્દ્ર દવે ~ જગત શું કહેશે ? * Harindra Dave

આ ક્ષણે શ્વાસ સમેટું ~ હરીન્દ્ર દવે

આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ?

જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એને
આ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે ?

મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?

એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
બાકીનું સર્વ ઉસેટું તો જગત શું કહેશે ?

જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને,
મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે ?

હરીન્દ્ર દવે

મૃત્યુની છાયા માનવી અનુભવી શકતો હશે !

OP 29.3.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: