હરીન્દ્ર દવે ~ એક રજકણ * Harindra Dave

એક રજકણ ~ હરીન્દ્ર દવે

એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે ઊડવા લાગે,જઈ ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોધી ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.

જ્યોત કને જઈ જાચી દીપ્તિ, જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી, એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.

હરીન્દ્ર દવે

અહમની વાત આવે ત્યારે માનવી રજકણથીયે સૂક્ષ્મ અને મહત્વાકાંક્ષાની વાત આવે ત્યારે એની સૂરજ સાથે હોડ ! આ જ છે જીવનની દોડ ! ચિંતકો આથી જુદું જ કહે, તારી અંદર જ સૂરજ છે. તારે ન તો સરખામણી કરવાની જરૂર છે, ન શોધની…  

આ ગીત સાંભળો લતા મંગેશકરના અવાજમાં…. 

OP 29.3.22

કાવ્ય : હરીન્દ્ર દવે સંગીત : દિલિપ ધોળકિયા સ્વર : લતા મંગેશકર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: