મકરંદ દવે ~ અનાદિ મથામણ Makarand Dave

અનાદિ મથામણ છે ~ મકરંદ દવે

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

મકરંદ દવે

OP 12.6.22

કવિની જન્મશતાબ્દી નિમિત્તે આ એમની એક ઉમદા ગઝલ અમર ભટ્ટના સ્વરમાં.

સંગીતકાર ગાયક શ્રી અમર ભટ્ટ માટે મને વિશેષ સ્નેહ છે એનું પહેલું કારણ – એમણે કવિઓને જે ક્રેડીટ આપી છે એ બીજે જોવા મળે છે ? બાકી…. તમે અનુભવો છો, માણો છો….

*****

દીપક વાલેરા * 14-06-2022 * બહેતરીન ગઝલ સુંદર સ્વરાંકન અમર ભટ્ટ ને અભિનંદન અને સાંઈને વંદન

Vijay Rajyaguru * 13-06-2022 * સરસ

Smita Shah * 12-06-2022 * સાંઈ મકરંદ દવેનુ સુંદર કાવ્ય ધૂળિયે મારગ ચાલ અને અમર ભટ્ટનો અદભૂત લય👌🏻

છબીલભાઈ ત્રિવેદી * 12-06-2022 * સાંઈ મકરંદ દવે ની રચના ઓ અમરભટ્ઠ ના અવાજ મા સાંભળવા નો લાભ મળ્યો ખુબ સારી રચના ઉતમ અવાજ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: