હાલરડું ~ તમે પોઢોને

તમે પોઢો ને ~ હાલરડું

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
ઘડી જાવને ઘોડિયા માંય, અંબર તમે ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારા લાડકવાયા લાલ, પીતાંબર ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારે દો’વી છે કાંઈ ગાય, અંબર તમે ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારે ઘરમાં છે ઘણું કામ, અંબર તમે ઓઢો ને!

OP 13.6.22

આભાર

17-06-2022

આભાર છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા મિત્રોનો પણ આભાર

છબીલભાઈ ત્રિવેદી

13-06-2022

ખુબ સરસ હાલરડુ સરસ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: