વ્રજેશ મિસ્ત્રી ~ મજાના શેર * Vrajesh Mistri

મજાના શેર ~ ડો. વ્રજેશ મિસ્ત્રી

ડાબે-જમણે વારા હો જી
શ્વાસો છે કે ભારા હો જી ?**

છે સ્પર્શ ટેરવાં પર થીજેલ આગ જેવા
વર્ષો વીતી ગયાં પણ ઠારી નથી શકાતા. **

બરાબર રંગથી ને રૂપથી એના પરિચિત છું
કહો તો હું તરસનું શિલ્પ આપું હાલ કંડારી. **

રાતભર આંખો ઉલેચી તોય પણ
ભીતરે અંધાર ઓછા ના થયા. **

છે સ્મરણ વેતાલ જેવા એટલે
વિક્રમી આ વારતા રહેશે જ ભૈ **

ડૂબવા દો જાતને તળિયા લગી
તો જ ખપનું કંઈક ઉપર આવશે. **

તું ગઝલરૂપે મળે એ ભાવથી
મેં કલમને જીવમાં બોળી હતી. **

ડો. વ્રજેશ મિસ્ત્રી

ડો. વ્રજેશ મિસ્ત્રીનું એમના નવા કાવ્યસંગ્રહ ‘ઝાંઝવાની ભીતો’ સહ સ્વાગત છે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ સંગ્રહમાંથી ગમેલા થોડાક શેર પ્રસ્તુત છે. આભાર કવિ. 

OP 22.6.22

***

Dipak Valera

23-06-2022

ખૂબ સુંદર શેર

વિવેક મનહર ટેલર

22-06-2022

સુંદર સંકલન…

પાણીદાર શેરો…

છબીલભાઈ ત્રિવેદી

22-06-2022

સરસ શેર ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: