અનિલ જોશી ~ મારી કોઈ ડાળખીમાં

મારી કોઈ ડાળખીમાં ~ અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને થાય પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

~ અનિલ જોશી

પાંદડા વગરનું ઝાડ જોઈને જે હચમચી જાય એ માનવી, જેને કવિતા ફૂટે એ કવિ…. અહીં માત્ર પાંદડા વગરની જાતની પીડા જ નથી, એક ચેલેન્જ છે…. આ પરિસ્થિતિમાંય પોતાનું કૌવત હણાયું નથી એનો હુંકાર છે અને એ જ આ ગીતાનો પ્રાણ છે. સાંભળો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરે આ ગમતીલું ગીત.  

કાવ્ય : અનિલ જોશી * સંગીત અને સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

OP 21.6.22

***

આભાર

25-06-2022

આભાર છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

છબીલભાઈ ત્રિવેદી

21-06-2022

વાહ ખુબ સરસ રચના અનીલજોશી ની યાદગાર રચનાઓ માની સરસ રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: