ઉર્વી પંચાલ ~ આ સુધારા * Urvi Panchal

ગમ્મત પડી ~ ઉર્વી પંચાલ

આ સુધારા રોજ કરવાની મને ગમ્મત પડી
ભૂલ પાછી એ જ કરવાની મને ગમ્મત પડી.
એક પાછળ એક સરનામાં અહીં મળતાં ગયાં

આમ સુખની શોધ કરવાની મને ગમ્મત પડી.

છો રહે છે કેદ દરિયો રેતની સીમા મહીં
પણ કિનારે મોજ કરવાની મને ગમ્મત પડી.
એક સપનું આંખમાં લઈ ઊંઘવા મથતી રહું
ને હૃદય પર બોજ કરવાની મને ગમ્મત પડી.
એકલી ‘ઉરુ’ ઝંખના છે માનવીનાં મન મહીં
દૂર એને રોજ કરવાની મને ગમ્મત પડી.

~ ઉર્વી પંચાલ ‘ઉરુ’

જીવનમાં માણસ કેટલી ભૂલો કરતો હોય છે ! ભૂલો કર્યા જ કરતો હોય છે. પૂરું  આયુષ્ય સુધારા-વધારાને અંતે પૂરું થાય છે. જો અવકાશ મળે તો માણસ ઉપર રહ્યે રહ્યે પણ એ જ વિચારે કે જીવનમાં કેટલી બધી ભૂલો કરી, કાશ સુધારી શકાઈ હોત ! પણ સમય પૂરો થઇ ગયો ! જીવતેજીવ આ પ્રક્રિયા ચાલતી જ હોય છે. અલબત્ત આટલુંયે સમજવાની સમજદારી બધામાં નથી હોતી એ જુદી વાત છે. હવે પેલા ગંભીર ચિંતનને આપણે ગમ્મત તરફ લઈ જવાનું છે. એ સહેલું નથી. ખરું પૂછો તો એ સમજદારીની નિશાની છે. પોતાની ભૂલો સુધાર્યે રાખવામાં ગમ્મત પડી એમ કહી શકાય પણ એ કામ થકવી દેનારું છે. મજા એ છે કે ‘ગમ્મત પડી’ એમ કહીને થાકને ઓછો કરી શકાય છે.

જીવનમાં કશું પણ સરળ નથી, જે સરળ છે એ કશાય કામનું નથી. અહીં ‘ગમ્મત પડી’ રદીફ હળવાશ લાવે એવો છે તો ગઝલમાં ગંભીર ચોટ પણ છે.

OP 15.7.22

***

આભાર

17-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, કૃણાલભાઈ, રોનકભાઈ

અમારો આનંદ ઉર્વીબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

16-07-2022

” અહીં ‘ગમ્મત પડી’ રદીફ હળવાશ લાવે એવો છે તો ગઝલમાં ગંભીર ચોટ પણ છે.” સાથે સંપૂર્ણ સહમત છું.

ઉર્વી પંચાલ

16-07-2022

મારી ગઝલનું ચયન કરવા બદલ 🙏🏻આભાર

Ronak sharma

15-07-2022

ખૂબ સરસ છે આગઝલ જોરદાર ઉર્વિબેન ,

Krunal Tailor

15-07-2022

Awesome

છબીલભાઈ ત્રિવેદી

15-07-2022

ખુબ સરસ રચના ખુબ મજાના શેર આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: