મેગી અસનાની ~ ખોખલી સંભાળ પર

ખોખલી સંભાળ પર ~ મેગી અસનાની  

ખોખલી સંભાળ પર જીવી ગયું,

આ હ્રદય પંપાળ પર જીવી ગયું.

હૂંફ ન આપી શક્યું મન દંભને,

શુષ્કતાના આળ પર જીવી ગયું.

પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,

એક પંખી ડાળ પર જીવી ગયું.

છે સહજ સંજોગ સઘળું શીખવે,

સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.

તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,

માછલીની જાળ પર જીવી ગયું.

ચાતકે બસ પ્રેમની પામી નજર,

એટલે દુષ્કાળ પર જીવી ગયું

મેગી અસનાની

જીવનમાં અભાવો, વિષમતાઓ, સંઘર્ષો હોવા છતાં જીવી જવાય છે એ સત્ય છે… પણ એવા જીવનને કવિતામાં ઢાળવું એ કલા છે અને અહીં એ સુપેરે પથરાઈ છે….  

Repeat Post 

OP 25.8.22

***

Meena Jagdish

25-09-2022

લતાબેન…સાચી વાત…જીવનની વિષમતાઓમાં પણ જીવન જીવી જવાય છે એ બહુ કાવ્યાત્મક રીતે નિરુપાયું છે……👌👏👏👏🙏🏻

આભાર

27-08-2022

આભાર મેવાડાજી, કીર્તિચંદ્રજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.

Kirtichandra Shah

27-08-2022

All most all lines are meaningful and mind refreshing Dhanyvad

સાજ મેવાડા

26-08-2022

આખરે તો જિવન સંગ્રામમાં આ જીવી જવું જ સત્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: