લોકગીત ~ સોના વાટકડી

સોના વાટકડી ~ લોકગીત

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,

લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે કડલાં સોઇં રે, વાલમિયા,

કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા,

ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે ચૂડલા સોઇં રે, વાલમિયા,

ગૂજરીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે ઝરમર સોઇં રે, વાલમિયા,

તુળસીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણે ઠોળિયાં સોઇં રે, વાલમિયા,

વાળિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણે નથડી સોઇં રે, વાલમિયા,

ટીલડીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

અંગ પરમાણે રે કમખો સોઇં રે વાલમિયા,

ચુંદડીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

લોકગીત

શણગાર સજવાના સ્ત્રીનાં અરમાન…. ગ્રામ્યથી માંડીને આધુનિકા સુધી…. ગઇકાલથી માંડીને આવતીકાલ સુધી….   

OP 10.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: