ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ ~ સનમની નિગાહ * Dahyabhai Derasari

સનમની નિગાહ ~ ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’

નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે?
અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?

અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી,
શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે?

જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલ મહીં લાગી,
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યા૨ કેવી છે?

ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું,
જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે!

ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ (જ. 11.10.1857 અ. 14.3.1938)

ઉર્દૂ શાયરીના ઇશ્કે મિજાજની ભરપૂર અસર.

કવિના કાવ્યસંગ્રહો ચાર : ‘ચમેલી’, ‘બુલબુલ’, ‘અમારા આંસુ’, ‘મધુભૃત’

કવિના જન્મદિને સ્મૃતિવંદના

OP 11.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: