ગીતા કાપડિયા ~ મ્હેક મ્હેક

મ્હેક મ્હેક ઉર થાય ~ ગીતા કાપડિયા

મ્હેક મ્હેક ઉર થાય પરાગે, પાંખડીએ બંધાયે શે?

સૂરધાર ભીતર રણઝણતી, મૌન ધર્યે રૂંધાયે શે ?

લજ્જાના આવરણે નૈણાં નેહભરેલ છુપાયે શે ?

મધુર વ્યથાએ હૈયું થડકે, પાલવમાં સંતાયે શે ?

અનંગ અંગેઅંગ હસંતો, શિશિર વસંતે છાયે શે ?

કિરણ-ઝરણ પૂનમ-શશિયરનાં તિમિરે અવરોધાયે શે ?

પ્રણય-જુવાળ ચઢે અણુઅણુએ, મત્ત જલધિ ઢંકાયે શે ?

ગીતા કાપડિયા

આપણા એક વિસરાયેલ કવિ ગીતા કાપડિયાનું સરસ મજાનું યૌવનની મસ્તી છલકાવતું કાવ્ય. 

OP 2.11.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: