‘બેજાન’ બહાદુરપુરી ~ મને સાથ એનો

મને સાથ એનો બેજાન’ બહાદુરપુરી

મને સાથ એનો મળ્યો છે સદાનો
કહો કેટલો પાડ માનું વ્યથાનો !

કહે છે હૃદય : સાવ નિર્દોષ છે તું
પછી હોય શો ડર ગમે તે સજાનો !

કબૂલીશ એ વાત ક્યારેક તું પણ
નથી માનવી હું ય નાના ગજાનો

પછી શું થયું એ ન પૂછે તો સારું
નથી અંત હોતો સદા હર કથાનો

સતત કોઈ દોરે અને દોરવાવું !
કરો અંત ‘બેજાન’ એવી પ્રથાનો.

બેજાન’ બહાદુરપુરી

પ્રથમ તો ઉત્તમ ! અને લગભગ તમામ શેરની તારીફ કરવી પડે, વાહ કવિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: