🌹દિનવિશેષ 7 ફેબ્રુઆરી🌹
🌹લગાવ એવા, કહો કેવા કે વારંવાર ધક્કા દે; અરે, લાગ્યું ન લાગ્યું દિલ કે પારાવાર ઝટકા દે. ~ દેવિકા રાહુલ ધ્રુવ
🌹સમયને શું બીબામાં ઢાળી શકાશે ? ને સિક્કાની માફક ઉછાળી શકાશે ? ~ મહેન્દ્ર ગોહિલ🌹
🌹મોંસૂઝણાની વેળા થઈ કે ઝબકે ઝાકમઝાળ, અલીદા મસ્ત કલંદર ; તડાક દઈને તૂટી પડતું અંધારું વિકરાળ, અલીદા મસ્ત કલંદર. ~ રવજી રોકડ🌹
🌹મારી સનમ ! મારી સનમ ! કાયમ દિલે મારૂં હરમઃ ~ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’🌹
🌹અને કુણાલ શાહ🌹
🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.
*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.
*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@@
પ્રતિભાવો