🌹દિનવિશેષ 23 ડિસેમ્બર🌹 

*દિશા જ નક્કી કરો પ્રથમ તે પછી તો રસ્તો થયા કરે છે. ~ ભૂમા વશી

*કશું જિંદગીમાં અચાનક બને છે, ન હો જ્યાં કશુંયે ત્યાં થાનક બને છે. ~ જયશ્રી મર્ચન્ટ

*કાંઠાઓથી વેગળું, જરા દૂર ખસીને ઊભું છે, નદીનું સત્ય. ~ યોગેશ વૈદ્ય

*અમથું જરીક બારણું ખુલ્લું થયું અને, શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો. ~ કૈલાસ પંડિત

*ડાળ પર સૂતો પવન પડખું ફર્યો મહેક ભીની સાંજ સળવળતી રહી ~ ફિલિપ ક્લાર્ક

*ઉત્સવ આંસુ, સપનાં ડૂમો, આદમ ઈવનું પહેલું ચુંબન; આદમિયતનો છે તરજૂમો, આદમ ઈવનું પહેલું ચુંબન ~ કાયમઅલી હઝારી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ
આગળ (*નામ) મુકાય છે.

આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

3 Responses

  1. ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. જયશ્રી મર્ચન્ટ says:

    લતાબહેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો તમને એ કહેવું છે કે કાવ્યવિશ્વ અને વિશ્વા બેઉની બેવડી જવાબદારી આટલી સરસ રીતે આપ સાચવો છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. દિનવિશેષ માટે 🙏
    લતાબેન, કાવ્યવિશ્વ એક સુંદર સંદર્ભ સાઈટ બની છે અને વૈવિધ્યસભર કાવ્યો મહેનતથી રોજ એકલે હાથે બધું સંભાળતાં કરો છો એ બદલ આપને સો સો સલામ.🙏🙏 કુશળ હશો. જલદી વાત કરીએ.

  3. Bhooma Vashi says:

    Thank you so much Lataben..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: