કિરણ જોગીદાસ ‘રોશન’ ~ છે સમયનો * Kiran Jodidas ‘Roshan’

મારા શ્વાસમાં

છે સમયનો એક છુપો ભેદ મારા શ્વાસમાં
ક્યાંક ભીતર છે યુગો પણ કેદ મારા શ્વાસમાં

શૂન્ય ભીતર શૂન્ય બાહર શૂન્ય ચારેકોર છે
હુંપણાનો તોય આખો વેદ મારા શ્વાસમાં

સ્વપ્નનાં સાંધા કરીને જાતને સીવ્યાં કરું
વાસ્તવિકતાના પડે છે છેદ મારા શ્વાસમાં

હું લખાઉં રોજ પણ ભૂંસી શકુ ના ખુદ મને
હું જ ખટકુ છું મને થઈ ખેદ મારા શ્વાસમાં

રોજ બાળું છું સુકાં પર્ણો ઉગેલી આશના
ના બળ્યો આ એષણાનો મેદ મારા શ્વાસમાં

~ કિરણ જોગીદાસ ‘રોશન’

બીજો શેર ગમી ગયો અને આ ગઝલ આપને સાદર …

6 Responses

  1. Kiran Jogidas says:

    મારી ગઝલ આપને ગમી આને કાવ્ય વિશ્વમાં સામેલ કરી‌ એ‌ બદલ આપનો‌ ખૂબ ખૂબ આભાર લતાબેન 🙏❤️💐

  2. વાહ વાહ ખુબ સરસ ગઝલ કવિયત્રી શ્રી ને અભિનંદન

  3. ઉમેશ જોષી says:

    વાહ સરસ ગઝલ.

  4. વાહ, ખૂબ જ સરસ ગઝલ. “એષણાનો મેદ” વાહ!

  5. સરસ ગઝલ કિરણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: