લક્ષ્મી ડોબરિયા ~ એક હું

કૃપાદૃષ્ટિ કરે છે

એક હું ભીતર કૃપાદૃષ્ટિ કરે છે.
ને, બીજો બાહર કૃપાદૃષ્ટિ કરે છે.

વાયરા, વાદળ, નદી, પર્વત અને વન
આમ સચરાચર કૃપાદૃષ્ટિ કરે છે.

કાન ખેંચે, આંગળી ચીંધે કદીક એ
એક બે સહિયર કૃપાદૃષ્ટિ કરે છે.

રોજ ઊગતા પ્રશ્નનો ઉત્તર છે એક જ
“આ સમય સાદર કૃપાદૃષ્ટિ કરે છે”

જોઈને શિખર, તળેટી એમ લાગ્યું
કોણ કોની પર કૃપાદૃષ્ટિ કરે છે!

ક્યાંક પથ્થર, ક્યાંક પાણી થઈ જવાયું
કોઈ વેળાસર કૃપાદૃષ્ટિ કરે છે!

શું કરે બીજું વડીલો ઘરમાં રહીને?
કૂંપળો ઉપર કૃપાદૃષ્ટિ કરે છે.

~ લક્ષ્મી ડોબરિયા

ઉજાસના પર્વમાં ઉજાસ પાથરતા શબ્દો….

8 thoughts on “લક્ષ્મી ડોબરિયા ~ એક હું”

  1. ઉમેશ જોષી

    બન્ને રચના ખૂબ સરસ.
    જન્મ દિવસની સુકામનાઓ.

  2. આપની ટૂંક નોંધ સાથે સહમત. જૂદા જ પ્રકારની રદિફો, અને એને સાંગોપાંગ અર્થ સાથે સાચવી છે.

  3. લક્ષ્મી ડોબરિયા

    ખૂબ ખૂબ આનંદ સાથે આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *