ઇન્દુલાલ ગાંધી ~ મેંદી તે વાવી * Indulal Gandhi * સ્વરઃ લતા મંગેશકર

મેંદી તે વાવી માળવે

મેંદી તે વાવી માળવે
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે ! –

નાનો દેરીડો લાડકો
ભાભી, રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

આંગળીઓ રંગી ને રંગી હથેલી
રંગી બેઠી હું તો મનડુંયે ઘેલી :
કરી પાનીઓ લાલ ગુલાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

ફાગણને ફુલેકે ખીલ્યો’તો ખાખરો,
એણે કેસૂડાંનો રંગ ધર્યો આકરો !
જાણે મેંદીના હાથનો રૂમાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

વાયરો જો ઊડીને આવ્યો વૈશાખથી,
કૈંક નવું કામણ કીધું એણે આંખથી :
રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

– ઇન્દુલાલ ગાંધી

(જન્મ: ૮-૧૨-૧૯૧૧, મૃત્યુ: ૧૦-૦૧-૧૯૮૬) સંગીત: અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર, પિનાકીન શાહ અને કોરસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)


4 Responses

  1. ખુબજ કર્ણપ્રિય રચના ખુબ ગમી

  2. ઉમેશ જોષી says:

    ખૂબ સરસ ગીત રચના.

  3. આ ગીત સાંભળીને જિંદગી વીતી છે, વારંવાર સાંભળવા છતાં હજી એટલું જ ગમે છે.

    • Kavyavishva says:

      સાચું. અને મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે આ ગીત ઇંદુલાલ ગાંધીનું છે. એ લોકગીતમાં ગણાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: