લતા હિરાણી ~ ક્ષણમાં પ્રગટી  

🌸

દીવાનો અવતાર

ક્ષણમાં પ્રગટી અંધારાને સળંગ કાઢે બહાર
એવો દીવાનો અવતાર

હિલ્લોળાતી હવા પૂછે કે, આવું રમતી રમતી ?
અંકાશે દિવાની પાસે મૂકી નાની પડદી 
જાળવશું રે તુજને, તું છે આતમનો તહેવાર
એવો દીવાનો અવતાર..

ઊંબરીયે પ્રગટીને એણે અજવાળાં પાથરિયા
સૂના ફળીયે તરત ઝબકી, તહેવારો આદરિયા
મઘમઘ મનસૂબાને વળગે હૈયાનો આધાર
એવો દીવાનો અવતાર…

જોશીડા જાણે રે આ તો જડી ગયેલું મોતી
અધકચરા અંધારા ભાગે, જાગી આંખો જોતી
રણઝણતા આવે રે જેનો ફળી ગયો જન્માર
એવો દીવાનો અવતાર… 

~ લતા હિરાણી

પ્રકાશિત > કવિતા > નવે-ડિસે દીપોત્સવી 2023

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

6 thoughts on “લતા હિરાણી ~ ક્ષણમાં પ્રગટી  ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    દીવાનો અવતાર-સુંદર રચના

  2. I like the poem Divo nicely written i always see Kavyaviahva your work is really appreciable.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *