જયાનંદ દવે ~ યદા પ્રણયની * Jayanand Dave

નથી કશી વિસાતમાં

યદા  પ્રણયની પ્રભામય વિશિષ્ટતાઓ તણા
કશા તરવરાટથી જીવન મારું નહોતું ગુંજ્યું.
અને મિલનમૌગ્ધ્ય ને વિરહદાહ-બંને તણા  
મીઠા-કટુ ન કૈં ય મેં અનુભવો લહ્યા’તા, અને

હજુ ઉરમહીં છુપ્પા સુભગ સૌમ્ય સંદેશને
તમે પ્રિયતમે! ન નેત્રપથથી હતા પાઠવ્યા  
હતો બહુ સુખી તદા: જીવન સીધું સાદું હતું.
‘મળ્યા’-‘નવ-મળ્યા’ તણી ન લવલેશ ચિંતા હતી.

પરંતુ વિધિયોજના જુદી જ નીકળીઃ આપણે
અચાનક મળ્યાં; સહ્યાં સકળ સૂક્ષ્મ સંવેદનો.
નિરંતર નિગૂઢ સંવનનમગ્ન સાથે થયાં.
અને ઉભય આપણે ઉભય કાજ જીવી રહ્યાં!

છતાં પ્રિયતમ! સમસ્ત સુખભોગ સંસારના
નથી કશી વિસાતમાં પ્રણયજન્ય પીડા કને!

~ જયાનંદ દવે 25.10.1917

જન્મદિને વંદના

કાવ્યસંગ્રહ ‘મનોગત’ 1988

કવિના જન્મદિને વંદના

1 Response

  1. ખૂબ જ સરસ સોનેટ, પૃથ્વી છંદની મજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: