ચંદ્રયાન વિશેષ : ગિરા પિનાકીન ભટ્ટ & તુષાર શુક્લ * Gira Bhatt * Tushar Shukl

ગિરા પિનાકીન ભટ્ટ ~ જાદુ ભર્યો જુવાળ

ચાંદામામા ચાંદામામા, ચૂમવા આવ્યાં બાળ
ભૂમિ તમારી નંદનવન પર, રમશે સહુ ગોપાળ…

દેશ સકળ આ ધરા ઉપરથી, ટપકાવે છે લાળ
ત્યારે ત્રિરંગો ગૌરવ સાથે, ભરતો હરણફાળ …

જગ આખું અચરજથી જોતું , કો’ની ગળી ન દાળ!
છપ્પન ઈંચની છાતીનો છે, જાદુ ભર્યો જુવાળ …

જય જય ભારતના ગુણ ગાશે, આભ અને પાતાળ
સફળ ચંદ્રયાન ત્રણના માથે, દીપે ત્રિરંગી ડાળ…

વેદ-પુરાણો પથરાયાં અહીં ,દેતાં અલૌકિક ભાળ
ઈસરો કેરા ઋષિ-મુનિએ, પકડી પાડી નાળ…

~ ગિરા પિનાકીન ભટ્ટ

સંકલિત સામગ્રી

વિક્રમનું ઉતરાણ ~ તુષાર શુક્લ  

ચંદ્રમૌલિ હે ચંદ્રશેખર હે સોમનાથ મહાદેવ
મનુષ્ય યત્ન પર કૃપા ઇશ્વરી ઉતરી દેવાધિદેવ
ચંદ્ર પર વિક્રમનું ઉતરાણ
જગત કરી રહ્યું છે વખાણ

જટામહીં છે ચંદ્ર , સોહે છે શિવજી કેરું રુપ
ચંદ્રયાન ઊતર્યું છે શંભુ સિદ્ધિ છે આ અનુપ
ચંદ્રની ઉપર ચંદ્રયાન ધરી દ્યો દર્શનની લ્હાણ
ચંદ્ર પર વિક્રમનું ઉતરાણ
જગત કરી રહ્યું છે વખાણ

જ્ઞાન અને શ્રદ્ધાનો સંગમ કરે પ્રાર્થના દેશ
દીવો આ વિજ્ઞાનનો દેશે વિશ્વશાંતિ સંદેશ
વિશ્વગુરુ ભારતની સિદ્ધિ, થઇ જગતને જાણ
ચંદ્ર પર વિક્રમનું ઉતરાણ
જગત કરી રહ્યું છે વખાણ

~ તુષાર શુક્લ

સંકલિત સામગ્રી

7 Responses

  1. પ્રફુલ્લ પંડ્યા says:

    ” કાવ્ય વિશ્વ” વેબસાઇટ તેની વિશિષ્ટ પરંપરા પ્રસ્થાપિત કરી રહ્યું છે.ઉપરાઉપરી સતત બીજા દિવસે પણ ચંદ્રયાન ત્રણ ના ચંદ્ર પરના સફળ ઉતરાણ બાદ આ વિશે લખાયેલાં સુંદર કાવ્યોની પ્રસ્તુતિ થઈ રહી છે તે આનંદ સાથે આપના માટે અભિનંદનની ઘટના છે.ગ ઈ કાલના ઉત્તમ ચંદ્રયાન કાવ્યોમાં પછી આજે શ્રી ગિરાબેન પિનાકીન ભટ્ટ અને તુષારભાઈના સુંદર કાવ્યો વાંચી આનંદ થયો.બંને કવિ સર્જકોને હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

  2. ઉમેશ જોષી says:

    ગિરિબેન તથા તુષારભાઈ ની રચના ખૂબ સરસ.. સાંપ્રત સમયની અભિવ્યક્તિ છે.

    અભિનંદન ્

  3. આપણુ ગૌરવ ચંદ્ર યાન…આપણુ ગૌરવ કાવ્ય વિશ્વ ખુબ ખુબ અભિનંદન

  4. હસમુખ અબોટી 'ચંદન' says:

    કાવ્યવિશ્વના નિમંત્રણ એ લખાયેલાં કાવ્યો ગમ્યાં. મિત્રોનો અભિનંદન. લતાબહેનને અભિનંદન, આ મંચ પર પ્રાસંગિક કાવ્યો લખ્યાં છે એ માટે લતાબહેનને ધન્યવાદ આપવા ઘટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: