લતા હિરાણી ~ નદી કાવ્યો * Lata Hirani

નદી કાવ્યો
ઘોર અંધારેય
આંખો ખુલ્લી જ રહે
પછી
એની અંદર આવીને
બેસી જાય
એક નદી…
~ લતા હિરાણી
@@
નદીની વાણી
એટલે
રણઝણતા પાણી
નદીનું મૌન
એટલે
વીરડાની સરવાણી…
~ લતા હિરાણી
@@
ભલભલી તોતીંગ નૌકાઓને
ડૂબાડી દેતી
નદી
નાનકડા પક્ષીઓને
છાતી ઉપર હિંચોળે
~ લતા હિરાણી
પ્રકાશિત > શબ્દસર > 7-2022
એક હતો રાજા
ને એક હતી રાણી –થી
છલોછલ આપણા કાન
આજની વાત નહીં સાંભળે
તો
આવનારી પેઢી સાંભળશે
વાર્તા
‘એક હતી નદી
ને એમાં હતું પાણી’.
~ લતા હિરાણી
@@
બંધને જોઉં છું
ને
એક બાજુ
નદીનો ગળા સુધીનો મુંજારો
ને
બીજી બાજુ પાણીમરો
આંખના બંધને
તોડી નાખે છે..
~ લતા હિરાણી
@@
પ્રકાશિત > શબ્દસર > 7-2022
વાહ ખુબ સરસ નદી કાવ્યો નદી તાદ્શ્ય થઈ ગઈ ખુબ ગમ્યા
સુંદર નદી કાવ્યો…. લતાબેન 💐💐💐ખૂબ ગમ્યાં.
આકંઠ ડૂબી જવા નું મન થાય એવી નદીઓ….
બચાઓ બચાઓ કરવા માટે પણ પાણી જોઈએ “સારથિ “
જી
ખૂબ જ સુંદર નદીને કાવ્યમય વસ્ત્રો પહેરાવીને ભાવો કોના બંને કાંઠા છલોછલ કર્યા એ બદલ લતાબેન ને ખૂબ ખૂબ અભિનંદન
વાહહહહ…
ભાવસભર … ક્યાંક કટાક્ષ પણ..
ખૂબ સરસ ,🌷
નદી સાથેનું ભાવાનુસંધાન માનવ ચિત્ત સાથે થઈ જાય એવા સરસ લઘુ કાવ્યો
વાહ.. સરસ કાવ્યો
આભાર વારિજભાઈ, હરીશભાઈ, દિલીપભાઈ, સારથિભાઈ, છબીલભાઈ, રેખાબેન અને શ્વેતાબેન
નથી કાંઠે પલાંઠી વાળીને બેઠાં બેઠાં હોઈએ ને નદીની વાણી સાંભળતાં હોઈએ એવું આપણને લાગે એ જ કવયિત્રીની સાર્થકતા. લતાબહેન, અભિનંદન.
આભાર મીનલબેન
મનમાં સરસ મજાનું નદીનું ચિત્ર આબેહૂબ બનાવતાં ‘નદી કાવ્યો..’…
વાહહહહ..્