રશીદ મીર ~ સરનામું Rashid Mir

પૂછી બેઠા વ્યથાનું સરનામું;
હોય જાણે મજાનું સરનામું.

ઉમ્રભર શોધતાં જ રહેવાનું;
ને મળે ના કશાનું સરનામું.

જેમની આંખ પાણી પાણી છે;
એય પૂછે ઘટાનું સરનામું.

મારી દીવાનગી સલામત હો;
હોય છે ક્યાં કશાનું સરનામું.

આપણે ગૂમ થૈ ગયા એવા;
એક પૂછે બીજાનું સરનામું.

આપણે ગામેગામ ફરવાનું;
કોણ રાખે સદાનું સરનામું.

આપણે પણ જવાનું છોડીને;
‘મીર’ પાછળ બધાંનું સરનામું.

~ ડૉ. રશીદ મીર

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    ખૂબ સરસ મક્તા કહેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: