ઉમાશંકર જોશી ~ માને ના Umashankar Joshi

આજ મારું મન માને ના
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.

~ ઉમાશંકર જોશી

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ ગીત ભાવાભિવ્ક્તિ. વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: