ઉમાશંકર જોશી ~ બોલે બુલબુલ

બોલે બુલબુલ

આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ?.. બોલે બુલબુલ

ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ

રજની વલોવી એણે  શું શું રે પીધું?
અમરત પીવડાવવામાં રહેતું મશગૂલ!..બોલે બુલબુલ

અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે  સૂર તણો પુલ!..બોલે બુલબુલ’

2 thoughts on “ઉમાશંકર જોશી ~ બોલે બુલબુલ”

  1. 'સાજ' મેવાડા

    સુંદર પ્રતિક રચનાનું ગીત.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *