🌹દિનવિશેષ 10 જૂન 2023🌹

🌹દિનવિશેષ 10 જૂન 2023🌹
www.kavyavishva.com અંક 3-888  
*બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં, એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે ~ યામિની ગૌરાંગ વ્યાસ
ક્યાં જરાયે હારી છું હું ગુર્જર નારી છું. બ્હારથી ખૂંખાર છું, ભીતરેથી પ્યારી છું. ~ સ્નેહલ નિમાવત
*ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા? અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી. ~ રમેશ શાહ
*દેહ કાબૂમાં કરી લો,સ્થૂળ લાગો છો સનમ, સર્વબાજુ થી હવે વર્તુળ લાગો છો સનમ .~ સલીમ શેખ ‘સાલસ’
*તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા ~ *ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
*ભલે પ્રકૃતિ એકલી ઉર પ્રશાંત ભાવે ભરે, મળ્યે મનુજ સંગતિ અધિક ચેતના ત્યાં સ્ફુરે. ~ રામપ્રસાદ શુક્લ
🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર.
‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: