ઉર્વીશ વસાવડા ~ શેર Urveesh Vasavada

ઉર્વીશ વસાવડાના કેટલાક મજાનાં શેર

હદ ક્યાં સુધી છે એનો વિસ્તાર શોધવો છે
અજવાસ લઈ દીવાનો અંધાર શોધવો છે***

એ પછી ઝળહળ થયા ‘તા આપણે
જ્યાં દીવો પ્રગટ્યો સમયને આંગણે***

એક અચંબો જોયો મેં
દીવો ઠર્યો ત્યાં ઝાકમઝોળ***

દીવો છું ઝળહળ થવું છે અવિરત
સુસવતા હવાના સવાલો નડે છે***

સતત પ્રજવલે એક દીવડો ભીતર
કરી બંધ આંખો નિહાળ્યો મેં આખર***

મઝધારમાં જવાનું જરૂરી નથી સદા
કાંઠે રહી ઘણાને ઉગારી શકાય છે***

તારણ મળ્યું તપાસમાં એક જ કમી હતી
મારા વિષે કશી ન મને બાતમી હતી***  

રંગ આ વરસાદનો લીલો હશે
એટલે તો પહાડ લીલા થઈ ગ્યાં***

કૈંક ઝબકારે ખૂટયું છે પાનબાઈ
એટલે મોતી તૂટ્યું છે પાનબાઈ***

તું કવિતા કાનથી વાંચે તો સંભળાશે તને
પંક્તિ પૂરી થાય ત્યાં ઊંડો નિસાસો હોય છે***

~ ઉર્વીશ વસાવડા

કવિના પાંચમા ગઝલસંગ્રહ ‘સમયનો દીવો’નું ‘કાવ્યવિશ્વ’ પરિવારમાં સ્વાગત છે.

‘સમયનો દીવો’ ~ ઉર્વીશ વસાવડા

મીડિયા પબ્લિકેશન, જૂનાગઢ 2023

5 Responses

  1. દિનેશ ડોંગરે નાદાન says:

    કવિમિત્ર ઉર્વીશ વસાવડાનો સમયનો દીવો મારા સુધી પહોંચ્યો છે. એમની ગઝલ સાધના નિશંકપણે આ સંગ્રહથી પૂરવાર થાય છે. કવિ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  2. ઉર્વીશવસાવડા ના બધાજ શેર ખુબ ગમ્યા ખુબ ખુબ અભિનંદન

    • Tanu patel says:

      ‘સમયનો દીવો ‘કાવ્યસંગ્રહ માટે કવિ ને અભિનંદન..
      બધા જ શેર બહુ સરસ…

  3. Varij Luhar says:

    વાહ.. સુંદર શેર માણવા મળ્યા.

  4. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ શેરોનું ચયન. કવિ શ્રી ઉર્વીશ વસાવડાને હાર્દિક અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: