સુરેશ દલાલ ~ આપણી રીતે * Suresh Dalal

આપણે આપણી રીતે રહેવું
ખડક થવું હોય તો ખડક  
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેવું ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રુપ ભૂલવું.
મૂંગા થઈને સહેવું અને કહેવું હોય
તો પંખીની જેમ કહેવું !
ખડક થવું હોય તો ખડક :
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

પગલાં ભૂસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું
લેવુંદેવું કાંઈ કશું નહીં : કેવળ હોવું :
એ જ તો રહેવું :
ખડક થવું હોય તો ખડક:
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

~ સુરેશ દલાલ

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ સકારાત્મક વિચારો આ ગીતમાં અનુભવાય છે.

  2. Kirtichandra Shah says:

    ખડક થવું હોય તો ખડક નહીં to નદી જેવા થવું…..lovely

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: