સુરેશ દલાલ ~ હું તો ચાલી Suresh Dalal

આંખ તો મારી આથમી રહી કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નથી વરતા’તો.
સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં : વહી ગયેલી વય
પંખી ઊડ્યું જાય ને પછી કંપે જરી ડાળી.

~ સુરેશ દલાલ

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    વૃધત્વ અને મૃત્યુંની ઘડીનો અનુભવ કરાવે એવું આ ગીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: