Category: સ્વરૂપ

ગીત : જુગલકિશોર વ્યાસ

‘ગીત’:કાવ્યજગતનુંમધુરતમગેયઉર્મીકાવ્ય–જુગલકિશોરવ્યાસ                                         માત્રામેળ છંદોનો એક પ્રકાર તે લયમેળ છંદ (ગીત, પદ, ભજન) છંદોબદ્ધ કાવ્યોમાંના ‘અક્ષરમેળ વૃત્તો’માં જેમ એક પંક્તિમાંના અક્ષરોની ગણતરી હોય છે તેમ “માત્રામેળ છંદો”માં પંક્તીમાંની કુલ માત્રાઓની સંખ્યાની ગણતરી કરવાની હોય છે. માત્રામેળ છંદોમાં સંખ્યામેળ અને લયમેળ...

અછાંદસ વિશે વિદ્વાનો

પરંપરાએ કવિને છંદ બહાર જવાની છૂટ આપી છે એવું રા.વિ.પાઠક ‘બૃહત પીંગળ’માં નોંધે છે, પરંતુ મોટા ભાગના વિવેચકોએ છાંદસ અભિવ્યક્તિનો વિકલ્પ સ્વીકાર્યો છે. પ્રિન્સ્ટન એન્સાયક્લોપીડિયા કહે છે કે સંવાદિતા વ્યવસ્થા માટેની વૃત્તિ જન્મજાત છે. એરિસ્ટોટલે અનુકરણ અને સંવાદિતા માટેની વૃત્તિને...

ગીત : સંજુ વાળા * Sanju Vala

ગીતસ્વરૂપ વિશે વાત કરવી હોય તો આપણા ગીતનો લગબગ ૬૫૦ વર્ષના ઇતિહાસને ઊંડળમાં લઈને સમગ્રપણે એની વિભાવના અને તપાસને સાથે રાખી એમાંથી કોઇ તારણ પર આવવું રહે. જે એક મહાનિબંધ જેટલું કામ બની જાય. ગીત વિશેની વિચારણામાં આ અગાઉં કવિશ્રી...

‘ગદ્યકાવ્ય’ વિશે સર્જકો

“ગદ્યમાં મુખ્યત્વે અર્થપૂર્ણ શબ્દને વ્યૂહબદ્ધ બનાવી વ્યવહાર થાય છે. જ્યારે પદ્યમાં મુખ્યત્વે ધ્વનિપૂર્ણ શબ્દને વ્યૂહબદ્ધ બનાવી પ્ર્યોજાય છે. આપણા આલંકારિકોએ રસાત્મક વાક્યને જ કાવ્ય કહ્યું છે. આ રસાત્મક વાક્ય પદ્યમાં હોય તો એ પદ્યકાવ્ય થાય અને ગદ્યમાં હોય તો ગદ્યકાવ્ય...

ગીત : રમેશ પારેખ Ramesh Parekh

ગીત એટલે શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માટે મથતું મનુષ્યત્વ. ગીત એટલે શબ્દકોશ પ્રમાણેનો અર્થ: ગાયેલું, ગવાયેલું, કહેવાયેલું. ગીતપઠનક્ષમ નહોતું તે પહેલાનું ગુંજનક્ષમ છે, કેમકે તે લોકગીતનું જ (અનેક રૂપાંતરો ધારણ કર્યા પછીનું, વિકસેલું, નિખરેલું) સ્વરૂપ છે....

ગીત : સુરેશ જોશી * Suresh Joshi

ગીતોનું પ્રમાણ કાવ્યસંગ્રહોમાં વધતું જતું જોવામાં આવે છે. જે કવિઓએ કદી ગીતો લખ્યાં નથી તેઓ પણ ગીતો લખવાને લલચાયા લાગે છે. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ પાંખી કે ફિસ્સી હોય, ઉમંગઊછળતા ઉપાડથી હૃદયને હેલે ચઢાવીને કવિ એકાએક ઊમિર્ની ઓટ આણી આપણને...

મુક્તક : ઉમાશંકર જોશી * Umashankar Joshi

મુક્તક શબ્દમાંનો ‘મુક્ત’ એટલો ભાગ તો પરિચિત છે. મુક્ત એટલે છૂટું, બંધન વગરનું. મુક્ત-ક એટલે છૂટું કાવ્ય. કવિઓ લાંબાં કાવ્યો લખે તેમાં તો દરેકેદરેક શ્લોક આખી કૃતિની સાથે બંધાયેલો હોય, પણ ક્યરેક ક્યારેક તેઓ છૂટક શ્લોકો લખે તો તેવો દરેક...

ગઝલ : મીનાક્ષી ચંદારાણા * Minaxi Chandarana

ભારતીય શાસ્ત્રીય સંગીત! આગંતુક મુસ્લિમ પ્રજાએ ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા સાથે જોડાઈને કેવા-કેવા દિગ્ગજ કળાકારો સંગીતવિશ્વને આપ્યા! એ કળાકારોએ ફક્ત પોતાને જ નહીં, શાસ્ત્રીય સંગીતને પણ નવ્ય ઊંચાઈઓ બક્ષી! પરંપરાની એ જ સ્વીકૃતિનો જાણે પ્રતિભાવ આપતાં હોય તેમ ભારતીય કવિજનોએ...

ગરબો, ગરબી, રાસ, રાસડા : અરવિંદ બારોટ

ગરબો, ગરબી, રાસ, રાસડા.. – અરવિંદ બારોટ રાધાજીનાં ઊંચા મંદિર નીચા મોલ  ઝરૂખડે દીવા બળે રે લોલ.. રાધા ગોરી ગરબે રમવા આવો સાહેલિયું ટોળે વળે રે લોલ.. ૦ એક સામટા ૩૦-૪૦ જેટલા નારી સ્વરોથી શેરી ‘ને ચોક લીંપાતા હોય..કુંડાળે ઘૂમતી રમણીઓના...

સોનેટ : સંધ્યા ભટ્ટ * Sandhya Bhatt

સોનેટનું મૂળ ઈટાલીમાં તેરમી સદીમાં મળે છે. ઈટાલિયન ‘sonetto’ શબ્દનો અર્થ ‘ઝીણો રણકાર’ એવો થાય છે. ઈટાલિયન કવિ પેટ્રાર્ક (1304 – 1374) લોરા નામની પોતાની કલ્પનાની પ્રેમિકાને ઉદ્દેશીને પોતાના ભાવો સોનેટમાં વ્યક્ત કરે છે. પછી તો એ સમયમાં સોનેટ દ્વારા...