‘ગદ્યકાવ્ય’ વિશે સર્જકો

“ગદ્યમાં મુખ્યત્વે અર્થપૂર્ણ શબ્દને વ્યૂહબદ્ધ બનાવી વ્યવહાર થાય છે. જ્યારે પદ્યમાં મુખ્યત્વે ધ્વનિપૂર્ણ શબ્દને વ્યૂહબદ્ધ બનાવી પ્ર્યોજાય છે. આપણા આલંકારિકોએ રસાત્મક વાક્યને જ કાવ્ય કહ્યું છે. આ રસાત્મક વાક્ય પદ્યમાં હોય તો એ પદ્યકાવ્ય થાય અને ગદ્યમાં હોય તો ગદ્યકાવ્ય થાય…. ગદ્યકાવ્યમાં પણ એક બંધનહીન છંદ છે. રસ જ્યાં રૂપ લેવા ઈચ્છે ત્યાં શબ્દો પોતે જ સજ્જ થઈ જાય છે.” – રવીન્દ્રનાથ ટાગોર         

“‘ગદ્યકાવ્ય’ એ સામાસિક શબ્દ છે. ‘ગદ્ય’ અને ‘કાવ્ય’ એવાં બે પદનો બનેલો આ શબ્દ વ્યાકરણની પરિભાષામાં કહીએ તો ઉત્તરપદ પ્રધાન સમાસ છે. અહીં કવિનું સાધ્ય ઉત્તરપદ ‘કાવ્ય’ છે, એ સાધ્ય સિદ્ધ કરવા માટેનું સાધન પૂર્વપદ ‘ગદ્ય’ છે. પણ એમ તો પદ્યમાં કાવ્યરચના થાય છે ત્યારે કવિનું સાધ્ય તો કાવ્ય જ હોય છે, પદ્ય તો સાધન જ. આથી ગદ્ય અને પદ્ય એ બંને માધ્યમો દ્વારા કવિને સિદ્ધ તો ‘કાવ્ય’ જ કરવાનું છે.” – ધીરુ પરીખ

“ગદ્યમાં કવિતા હોવી અને ‘ગદ્યકાવ્ય’ હોવું એ ભિન્ન બાબતો છે. ….. કવિતા ક્ષેત્રેગદ્યનો પ્રવેશ એ વેદજૂની બાબત ગણાય પણ કવિતાક્ષેત્રે ગદ્યકાવ્યનો એક પ્રકાર લેખે પ્રવેશ એ કવિતાક્ષેત્રે અર્વાચીન યુગના પ્રવેશનો સંકેત કરનારી ઘટના લેખાય.” – ચંદ્રકાંત શેઠ

OP 1.1.2021 & 25.9.22

***

આભાર

04-10-2022

આભાર છબીલભાઈ, દીપકભાઈ, સ્મિતાબેન

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર.

Smita Shah

25-09-2022

ગદ્યકાવ્ય વિશે બધી જ વ્યાખ્યાઓ ખૂબ સુંદર છે,

દીપક વાલેરા

25-09-2022

ખૂબ સરસ માહિતી

છબીલભાઈ ત્રિવેદી

25-09-2022

ચંદ્નકાંત શેઠ જેવા સિધ્ધહસ્ત રચનાકાર દ્નારા ગદ્ય કાવ્ય વિશે ખુબજ રસપ્રદ માહિતી આપી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: