જયશ્રી વિનુ મરચંટ ~ કોશેટામાં

કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો  ને પછી અટકળને અંધ પાંખો ફૂટે ને પછી એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી ને પછી અટકળ બની ગઈ અફવા, ને પછી, અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ  ને પછી, ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ ને પછી ઊડી ઊડીને અફવા થાકે  ને પછી ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે ને પછી કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને ને પછી કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે ‘હું અટકળ નથી, અફવા નથી’  ને પછી છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, ‘હું જ સત્ય છું!’ ને પછી કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર ને પછી………. ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….! –જયશ્રી વિનુ મરચંટ ‘ને પછી’ જેવો સાતત્યપૂર્ણ પ્રયોગ લઈને આવતું આ સરસ અછાંદસ કાવ્ય.   પહેલા અટકળો...