અખાના છપ્પા  

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં; તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ; કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ** એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; તે તો અખા...